STORYMIRROR

Arvind Patel

Others

5.0  

Arvind Patel

Others

રાબેતા મુજબ...!

રાબેતા મુજબ...!

1 min
13.4K


દહીં હંડી અને મટકી ફોડ ઉજવાશે રાબેતા મુજબ
અને અચાનક મંદિરોમાં ભીડ જામશે રાબેતા મુજબ 

ક્રેન ઉપર કે દોરી ઉપર મટકી લટકાવાશે રાબેતા મુજબ 
પાયા ઉપર પીરામીડ રચશે યુવાની રાબેતા મુજબ 

જય કનૈયા લાલ કી ના નારા ગુંજશે રાબેતા મુજબ
ડી.જે.ના તાલે ધરતી ધૃજી ઉઠશે રાબેતા મુજબ

લાઉડસ્પીકરથી ક્લાઉડ થશે રાબેતા મુજબ,
સેલિબ્રિટીના ઓછાયામાં કાનો દબાશે રાબેતા મુજબ 

વિચાર વગર મસ્તીથી નાચશે યૌવન રાબેતા મુજબ
કૃષ્ણના લાયસન્સ વગર જુગાર રમાશે રાબેતા મુજબ

ગોકુળ, મથુરાની ગલીએ કાનો રેકોર્ડ તોડશે રાબેતા મુજબ
દ્વારકાધીશને ખુલ્લા પડદે સ્નાન કરાશે રાબેતા મુજબ


Rate this content
Log in