STORYMIRROR

Arvind Patel

Others

3  

Arvind Patel

Others

... મારો દેશ છે

... મારો દેશ છે

1 min
26.5K


ચકધારી થી ચરખાધારી સુધીની ઓળખ મારો દેશ છે 
મોહન થી મહાત્મા સુધીની ઓળખ મારો દેશ છે 
સિતારા ને હિરા જેમ ઝળહળતો ઝગમગતો મારો દેશ છે 
ધરતીના જ નહીં જીગરના ટુકડા જેવો મારો દેશ છે 
એક ડાળના પંખી, બધા રંગોના ફૂલ જેવો મારો દેશ છે 
આન,બાન,શાન તિરંગો અમારી જાન જેવો મારો દેશ છે 
વિશ્વ સકલનું ગાન અમે સૌ સંસ્કૃતિ સંતાન મારો દેશ છે 
રહે ખુદા,ભગવાન હળીમળી એક બની આ મારો દેશ છે
સરદાર, શિવાજી, પ્રતાપની તપોભૂમિ આ મારો દેશ છે 
ટાગોર, સુભાષ, ગાંધીની આ વીર ભૂમિ આ મારો દેશ છે 
મીરા, સીતા, રઝિયા,રાધાની આ સત ભૂમિ મારો દેશ છે 
કબીર, નાનક,રહીમ,મહાવીર,ટેરેસાસંગભૂમિ મારો દેશ છે 
સંગીતના સૂરોને છંદો કવિતાના શકય અહીં મારો દેશ છે 
નૃત્ય છે વિજળીના ને ગીતો સરિતાના અહીં મારો દેશ છે 
કવ્વાલીની મસ્તીને રમઝટ છે ગરબાની અહીં મારો દેશ છે 
કુરાન ના કલમા ને શ્લોકો છે ગીતાના અહી મારો દેશ છે 
પતંજલિના યોગસૂત્રો,વાત્સાયન કામસૂત્રોઅહીં મારો દેશ છે 
કળા, સંગીત, નૃત્ય ,શિલ્પ ,ઔષધ અહીં મારો દેશ છે. 
બધાયે પી શકે છે પ્રેમથી એ જામ છે આ મારો દેશ છે 
નમન કરવાનું મન થાય એ પાવન નામ છે આ મારો દેશ છે 
બીજાની દ્રષ્ટિ દેશ અમારી દ્રષ્ટિમાં તીર્થધામ છે આ મારો દેશ છે 

 


Rate this content
Log in