STORYMIRROR

Arvind Patel

Others

2  

Arvind Patel

Others

વ્યર્થ છે

વ્યર્થ છે

1 min
13.8K


'બર્થ' થયો આ પૃથ્વી પર પણ
'અર્થ' ન સમજો, તો 'વ્યર્થ' છે. 

વર્ષગાંઠ ટાણે ધરા, ઘટા હવા ઝુમી રહ્યા છે; 
બને નહીં, પ્રિતનું, ગાણું તો' વ્યર્થ' છે.

એક એક વર્ષ, જીવનમાં ઉમેરાય પણ
વર્ષોમાં જીવનના, ઉમેરાય તો 'વ્યર્થ' છે.

ક્ષણ અને સમય મૂલ્યવાન છે જીવનમાં,
વિદાય લેતાં પ્રત્યેક દિવસને, નહીં સમજું તો 'વ્યર્થ' છે. 

કેક, પેક અને મજાકમાં ઉજવાય છે 'બર્થ ડે'
પણ જીવનમાં લેશમાત્ર ન હોય, મહેંક તો 'વ્યર્થ' છે.

દરેક દિવસે હું એક પગથિયું ઊંચે ચડું
પણ થોડો તમારી નિકટ નહીં, આવું તો 'વ્યર્થ' છે.

જૂની ગાંઠો ઉકલી જાય કોઈ નડતર વગર,
પણ જીંદગી ભર હું રહું અક્કડ તો 'વ્યર્થ' છે.

ભલે હોય 'અરવિંદ' આજે તારી જન્મ તારીખ,
પણ તારા જીવનની ન લેવાય નોંધ, તો 'વ્યર્થ' છે. 


Rate this content
Log in