STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Romance

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Romance

પાગલ સંબંધ

પાગલ સંબંધ

1 min
17.4K


તમે નજરઅંદાઝ કરીને નજરમાં ભરી લીધા,

આમ સાવ ખુલ્લેઆમ હૃદયમાં બંધ કરી લીધા.


હવે આ કેદ નજરની નજરને ગમી ગઈ કેવી,

એક બેકસુરને કાળજાની કોટડીમાં બંધ કરી દીધા.


પાદરમાં ભળી હતી બે છાયા એક તરુવર નીચે,

સજા પહેલા જ આપણે સાક્ષીના પ્રબંધ કરી લીધા.


એકબીજાને ગમવાના આ અવસરે આનંદ આનંદ,

જિંદગીભર રોજ તહેવારના અનુબંધ કરી લીધા.


"પરમ"કરાર થયો હવે કેટલા જન્મોનો તમ સંગ,

કદી ન તૂટે કોઈથી એવા "પાગલ" સંબંધ કરી લીધા.


Rate this content
Log in