ઓનલાઈન ભણતર
ઓનલાઈન ભણતર
1 min
833
ઓનલાઈન ભણતર કરાવે લ્હેર રે,
બાળકો કરતાં નિત્ય લીલા લહેર રે,
બાળકો મોબાઈલમાં ગેમ રમે રે,
માતા-પિતા જાણે ભણે છે રે,
નિત્ય નેટવર્કનાં બહાનાં બતાવે રે,
ભણવામાં દિલચોરી કરતાં રે,
નિતનવી એપ ડાઉનલોડ કરે રે,
કુમળી વય ઉપર આડઅસર રે,
ભાવના કોઈને કોઈ રમત રે,
બાળકો ઓનલાઈન ભણે રે,
આ ઓનલાઈન ભણતર શું કામનું રે,
સમજણ વગરનો આ તો વેપાર રે,
ઓનલાઈન ભણતર બન્યું મોજ રે,
ઓફલાઈન ભણતર ગમતું નથી રે.
