ઓ મારી અનુપમા
ઓ મારી અનુપમા


જિંદગી અટવાઇ હતી તોફાનમાં
અને સુસવાટા સંભળાતા હતાં કાનમાં ,
દુનિયા તો બસ તત્પર હતી ઝડપથી મને ડૂબાડવા
લાચાર આંખો શોધતી હતી ક્યાક મળી જાય ઝાડવા,
સ્તબ્ધ થયેલી નજર સામે અંધારા છવાઇ ગયા હતાં
દિશા કોઇ જડતી નહોતી અને કિનારા સંતાઇ ગયા હતાં,
અચાનક અંધકારમાં જાણે પ્રજ્જ્વલિત થઇ શમા,
મને વમળોમાંથી લઇ જવા આવી મારી ”અનુપમા”,
બની ગઇ દીવાદાંડી મારી લઇ જવા મને કિનારે
અને ખેડી લીધો સમંદર મે બસ તારા જ તો સહારે,
ઓ મારી અનુપમા....ઓ મારી અનુપમા...