Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ઓ કાન્હા, કેમ ભૂલાય

ઓ કાન્હા, કેમ ભૂલાય

1 min
373

ઓ કાન્હા રે...

કેમ કરી ભૂલાય, તને કેમ કરી ભૂલાય ?

નંદબાબા, યશોદા મૈયાનું નામ અમર કર્યુ રે.

આ વાત જગતમાં જાહેર છે,

ઓ કાન્હા.. કેમ કરી ભૂલાય.

ગોકુળમાં ગાયો ચરાવતાં,

સૌ ગોપ ગોવાળોને રાજી રાખતાં,

ભાવના ભાવે બોલાવે,

એનાં ઓરતાં પૂર્ણ કર્યા રે.

શાન અને નામના અપાવતાં,

ઓ કાન્હા.. કેમ કરી ભૂલાય,

મહાપ્રભુજી નાં હ્રદયે રમતાં,

રાધે રાધે નો પોકાર કર્યો છે,

રાધાનાં બેલી શ્યામ છો;

ઓ કાન્હા... તને કેમ ભૂલાય,

કહેવા માંગે ગોપ ગોવાળો,

રાખી તમે ભકતોની લાજ.

ચમત્કાર કર્યો ને

ગોવર્ધન પર્વતને આંગળીએ ધારણ કર્યો,

તમે સુદામાનાં તારણહાર સખા,

ઓ કાન્હા કેમ કરી ભૂલાય.

જોજો રે.. સાંભળજે રે..

મથુરા જઈ ના ભૂલતો કનૈયા રે.

મોરપીંછ ધારણ કરતાં,

મીઠી મોરલી વગાડતા,

ઓ કાન્હા... કેમ કરી ભૂલાય.

Rate this content
Log in