ઓ ગજાનન દેવા
ઓ ગજાનન દેવા
1 min
181
ઓ ગજાનન દેવા મહેર કરજો,
આવીને અમારી ભેળા રહેજો,
મટી જાય દર્શનથી સઘળાં દુઃખો,
કદી તમે ના અમોથી નારાજ રહેજો,
સમય અઘરો ચાલે છે ગણેશ દેવા
અવગુણો ભૂલીને ભેળા રહેજો,
કરમ છે ખોટા માનવ જીવનનાં,
ભક્ત તમારાં જાણી જોડે રહેજો,
ભાવના વિનવે ઓ ગણેશ દેવા,
આવીને હૃદયકમળમાં રહેજો.
