ઓ દીનદયાળ
ઓ દીનદયાળ
1 min
158
ઓ દીનદયાળ ગણેશજી રે,
દિલમાં દયા લાવજો રે,
દિલમાં દયા લાવજો,
ઝટપટ ભક્તો ઘરે આવજો,
સાથે રિદ્ધિ સિદ્ધિ લાવજો ગણેશજી રે,
સાથે શુભ લાભ ને ઝટ લેતાં આવજો રે,
આખી અવનિને એક તમારો આશરો રે,
વિધ્નહર્તા દેવ વિધ્ન હરવા ઝટ આવજો રે,
ભાવના તમારાં ચરણો પખાળે રે,
આવો દિનદયાળ ગણેશજી રે,
પ્રેમે ભક્તિ કરતાં સૌ ભકતો રે,
ગૌરી સુતાય ઝટપટ આવજો રે.
