ઓ ચેહર
ઓ ચેહર
1 min
424
ઓ ચેહર નથી કોઈ આપ સમું,
હાથ જોડીને વારંવાર હું નમું.
ભવપાર કરો ચેહર માવડી રે,
સદગુણ સજુ ને અવગુણો તજુ રે.
કરો કરુણા ચેહર મા ભવમાં ન ભમું,
ઓ ચેહર મા વારંવાર હું ભાવથી નમું.
અપરાધ અમે કરીએ છે ઢગલે ઢગલા,
પેટપાપે અમે ભરીએ છે ડગલે ડગલાં.
છે જન્મ મરણનું દુઃખ વસમું માવડી,
ભાવના ગુણગાન ગાય હેતથી માવડી.
ગોરના કૂવે ફરી ફરીથી દર્શને આવું મા,
ભવતાપથી આપ રહ્યાં પ્રજાળી દેવી મા,
આપો છો સુખ શાંતિ દર્શન માત્રથી જ,
ભક્તો હરખાઈ જય જયકાર કરતાં જ.
