નવોઢાની તમન્ના
નવોઢાની તમન્ના
1 min
698
ઓય વ્હાલી,
આજ કાલ રાતનો નશો
મદમસ્ત હજી ઉતર્યો નથી.
પેલા તારા વિખરાયેલા વાળને
મારા ખભા પર આવવું,
પેલા શ્વાસો-શ્વાસનું આવન જાવન ગરમ ગરમ.
બંધ હોઠોનું મધ મીઠું પાન
તારા ઉદમાત સ્પર્શથી સંકોચાવું...
ને મારુ શરમાવું.
રૂદિયાનાં હજાર તોફાન હલચલે
અને ધડકતાં હ્રદયે બધું માણવું
ધીમે ધીમે મળવું.
બે ધગધગતા લાવાનું લાવામાં
એક બીજામાં ભળવું,
ને અંતે એ ચરમ સીમાએ પહોચવું,
પેલી ચોળાયેલી ચાદર,
ઘણું બધુ કહી દે છે.
ને હું એ રાતે કયાં ખોવાણી જન્ન્તમાં,
એ ખુશીનો રંગ કયાં,
હોઠોની લાલી ને આંખોથી શરમાતી
નજરો
બધી ચાડી ખાઈ જાય છે..
ને તમન્નાઓ બધી કવિતા રુપે
લખાઈ જાય છે.

