નકલને ક્યાં અક્કલ
નકલને ક્યાં અક્કલ
1 min
322
નકલ કરીને આમ આગળ આવ્યા,
અસલને જાણે પાછળ છોડી આવ્યા,
કાચનો ટુકડો હીરો બનવા ચાલ્યો,
કોહિનૂરને ઝાંખો કરવા ચાલ્યો,
નકલ કરીને પોતાની છબી ઊભી કરવા ચાલ્યા,
અસલને ધૂળમાં રગદોળવા ચાલ્યા,
નકલ કરીને હવામાં ઊડવા લાગ્યા,
અસલને જાણે પછાડી આવ્યા,
નકલને ક્યાં અક્કલ ચલાવવાની હોય છે,
અસલને ક્યાં કોઈ સરહદ હોય છે,
ભાવનાના ભાવની નકલ એમ ક્યાં કંઈ થાય છે,
અસલની અસલિયત એમ ક્યાં કોઈથી દબાઈ છે !
