નિત સવારે સૂરજ ઉગે ને
નિત સવારે સૂરજ ઉગે ને
નિત સવારે સૂરજ ઉગે ને પા પા પગલે ગામ
આપસુ અપાવસુ લાવસું ને લઇ જાસુ એવું કામ
કરશુ કરાવસુ વંશ વેલાના પાલને પરિણામ
નિત સવારે સૂરજ ઉગે ને પા પા પગલે ગામ
શુભ લાભના ચોગડીયે જોતસુ અરમાની ચાસ
ભ્રમણાઓનો ભાર ઉઠાવી ઘટ ઘટ ભમસુ રામ
અંતરીયાળે નિખર્યો આઠે પ્રહરી આરામ
નિત સવારે સૂરજ ઉગે ને પા પા પગલે ગામ
પંખીઓના માળે ટહુકે સૂરજ સોનેરી લૂમ
માપ વિનાનું માપણું લઇને ડેલીએ પાડું બૂમ
જન્મારે જોખાવા હોંકારે ઉઠ્યાં બાપ
નિત સવારે સૂરજ ઉગે ને પા પા પગલે ગામ
ઝૂલણા છંદે શેરિયું ગાજે એકતારે ભિક્ષુક
દૂઝાણાં ઢોરે દૂધની છાલક ઘરવાળી માથે કામ
નિત સવારે સૂરજ ઉગે ને પા પા પગલે ગામ
