STORYMIRROR

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

નેતાઓ ઘડે છે આ દેશના

નેતાઓ ઘડે છે આ દેશના

2 mins
13.4K


હવાને કરવતથી કાપો અને જો થતા હોય તો ટુકડા કરો દસ બાર

ભારત ભૂમિએ વેરો જુઓ પછી નેતાગીરીએ ખીલે ધંધાનો ધબકાર

કરે આકારનો વિકાર ઘર ઘર નિરાધાર

વાતે વાતે વિખવાદ વિષના ગોળીબાર

શબ્દોનાં ઢાંકણ ભૂલે ભાષાનો જનાધાર

નેતાઓ ઘડે છે આ દેશના ભાવિ હકદાર

કરજદાર દેશનો કર ભરી ભરીને બોજ તળે દબાતો જાય ભરનાર 

નૌ ટંકી ને જુઠ્ઠાણાનાં ખડકનાર વંશ વરસાઈદાર ભુવો હોશિયાર 

ભવાઇ કરી પેઢી દર પેઢી બન્યા મલાઈદાર 

બુદ્ધિજીવીઓ પાગલ થયા એવો હવાલદાર 

જૂઠી ડિગ્રીએ ખાનદાન થયું સંસદને ઘેરનાર  

અંધેરી નગરીને ગંડુ રાજા વિદેશી કરે વહેવાર 

શબ્દોનાં ઢાંકણ ભૂલે ભાષાનો જનાધાર

નેતાઓ ઘડે છે આ દેશના ભાવિ હકદાર

ભૂખમરો એટલી હદે સજાવ્યો સત્ય નિષ્ઠા હિંમત સૌને બનાવ્યા કરજદાર 

સેવાએ વહીવટ કાનૂની કયામતે રચાય નિત નવી હાટડીએ સાજીસી કરાર 

શબ્દોનાં ઢાંકણ ભૂલે ભાષાનો જનાધાર

નેતાઓ ઘડે છે આ દેશના ભાવિ હકદાર

  

ન્યાયવિદ્દ નિષ્ણાતોનેય પેટ છે પહેલા પેટ પછીં ન્યાય એવા બેઠા તોલનાર  

અણી શુદ્ધ લોહીમાં ગુલામી ભેળવી રોજ પીરસે આભાસી વચનો વેચનાર 

શબ્દોનાં ઢાંકણ ભૂલે ભાષાનો જનાધાર

નેતાઓ ઘડે છે આ દેશના ભાવિ હકદાર

કાંઈ સમજી નૈં બિલાડીઓ વાંદરાની ન્યાયી રસમની ઉજાણી નો આધાર 

ઉધાઈએ કોરી ખાધાં બારસાખ બારીઓ ખાલી ભીંતો ખખડે દઈ હોકાર

શબ્દોનાં ઢાંકણ ભૂલે ભાષાનો જનાધાર

નેતાઓ ઘડે છે આ દેશના ભાવિ હકદાર


Rate this content
Log in