નારી
નારી
1 min
13.6K
નારી તું શક્તિશાળી.
સૂર્ય સમ તેજીલી,
દિ પહેલાં દોડતી,
પણ, કદિ ન આથમતી.
નારી તું શક્તિશાળી,
નભે વિહરતી,
ઉંચી ઉડાન ભરતી,
ગ્રહ નક્ષત્રોને કાખમાં લઈ ફરતી.
નારી તું શક્તિશાળી,
સાગર ખુંદતી,
પેટાળનો તાગ મેળવતી,
હાસ્યના છીપ મોતી ત્યાં વેરતી.
નારી તું શક્તિશાળી,
કલમ ઉપાડી,
વહાવતી સતત લાગણી,
કાગળ પર કંકુ ખેરવતી.
નારી તું શક્તિશાળી,
તું ક્ષમા તું સંતોષી,
તું લક્ષ્મી તું સરસ્વતી,
તું અન્નપૂર્ણા સારા જગની.
નારી તું શક્તિશાળી,
ખુદ બનાવી,
પોતાનો તાજમહેલ,
ગર્વીલી ડોકે મલકાતી હાલતી.
નારી તું શક્તિશાળી,
તું ધારે તે કરતી,
તું શક્તિ, ભક્તિ તું દેવી,
નારી તું નારાયણી.
