STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

મુઠ્ઠી વર્તમાનની

મુઠ્ઠી વર્તમાનની

1 min
181

મુઠ્ઠી વર્તમાન સમયની ખૂલે,

ને સત્યનો એક મહાયુગ મળે !


સતી સીતા જેવી સીતાનેય,

લાલચ બની સ્વર્ણ મૃગ છળે !


પ્રેમની અધૂરી પ્યાસનું તો એવું,

બૂઝે રણમાંય જુઠ્ઠા મૃગજળે !


બરફ સમ બની આ જિંદગી,

એની એક હુંફ મળે ને પીગળે !


ઓગળેલી આ તમન્નાઓ તો,

આંસુ બની આંખથી ઓગળે !


બુંદ બની સાગરમાં સમાવા,

ન જાણે ક્યાં ક્યાં રૂહ રઝળે !


'પરમ' પાછળ જન્મોથી જુવો,

આ પ્રાણ 'પાગલ' બની તરફડે !


Rate this content
Log in