મુશાયરો
મુશાયરો
1 min
275
બે ચાર પાગલ મળીને કરે મુશાયરો
થોડા શબ્દો ભણી ને કરે મુશાયરો,
સનમની વાતો તો, કો' રંકનો કિસ્સો
સમાજની વેદના વદે છે મુશાયરો,
દિલની દાસ્તાન, ભીડેલા હોઠની વાતો
કાગળ પર લાગણીને કોતરે મુશાયરો,
સુંદર સંધ્યા પર ક્ષિતિજનો સંગમ
આભની ઊંચાઈ સુધી પૂગે મુશાયરો.
