STORYMIRROR

amita shukla

Others

4  

amita shukla

Others

મરીમસાલા

મરીમસાલા

1 min
239

કેસર જેવા વાનથી ભીની,

ઇલાયચીની સોડમથી ભરપૂર,


મરી જેવી તીખી મસાલેદાર,

એલચાની ખુશ્બૂ લિજ્જતદાર,


તજ જેવી કડક, અંદરથી ગુણી,

તમાલપત્ર પર લવીંગથી લખતી,


જાવંત્રી સાથે દગડ ફૂલ આપતી,

અજમાના વઘારથી ગેસ મિટાવતી,


રાઈ ને ક્યારેક આરામ જીરું આપતી,

હળદરનો મીઠાનો લેપ લગાવતી,


તડતડ મરચા સાથે હિંગનો સાથ,

ધાણીની જેમ આમતેમ ઊડતી,


સૂંઠ, ગંઠોડા ને ગોળની ગોળી,

મરી મસાલાની સોડમથી મહેકતી,

પેટની જઠરાગ્નિ પ્રગટાવતી...


ભરપૂર વ્હાલથી તૈયાર કરેલી,

જિંદગી ભરી મરીમસાલાવાળી,


મહેંક ભરી અનેરી સુગંધીદાર,

અન્નપૂર્ણા દેવીની પ્રસાદની થાળ.


Rate this content
Log in