મફત
મફત
1 min
169
મફત લેવુ એ જ ધર્મ છે જેનો,
મફત મેળવવુ એ જ મોભો છે જેનો.
મફત મળે તો હસી જવાય છે,
રૂપિયા ખર્ચવા પડે તો રડી જવાય છે.
મફત મળે તો સંબધ નિભાવુ છું,
નહીં તો તમાચો મારી ગાલને લાલ રાખુ છું.
મફત મેળવવુ એ દિવાનગી છે,
મફત લેવુ એ વણ માગ્યો હક્ક છે.
ભાવના ઈચ્છા અનિચ્છા ગુમાવી આ મફતથી,
પરિશ્રમ, પરસેવાની સુંગધ ભૂલ્યા આ મફતથી.
