STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મોંઘવારી

મોંઘવારી

1 min
14.8K


મોંઘવારી, હાય હાય રે,

આ કેવી મોંઘવારી ?

મારી તાવડી તડકા લે,

આ કેવી મોંઘવારી ?


ઘરે ઘરે પોકાર પડે,

રોજ રામાયણ થાય,

આ કેવી મોંઘવારી?


ગેસનો તો કકળાટ ઘણો,

રોજ ભાવ વધે,

આ કેવી મોંઘવારી?


છતે રૂપિયે વસ્તુ કોઈ મળતી નથી,

એવી રોજની છે મોકાણ,

આ કેવી મોંઘવારી?


નથી જીવનનો જોગ,

હવે ઝાઝો રહ્યો,

કોણ જાણે થાશે શી વલે ?

આ કેવી મોંઘવારી?


"ભાવના " દયાળુ દાદા

મહેર કરે તો,

દશા દેશની તો જ ફરે,

આ કેવી મોંઘવારી ?


Rate this content
Log in