મોબાઇલ ની દુનિયા
મોબાઇલ ની દુનિયા
1 min
11.7K
ખોવાઇ ગઇ છે દુનિયા
ઓ મોબાઇલ કરે કમાલ તું યે
મોબાઇલ ની દુનિયા છે,
નથી કોઈ ને મળવા જવું
નથી કોઈ ને કેમ છો કેહવું
મોબાઇલ ની દુનિયા છે,
હાય હેલ્લો નો મેસેજ કરે
સેલ્ફીના ફોટો અપલોડ કરે
મોબાઇલ ની દુનિયા છે,
તહેવાર હોય કે લગ્ન હોય
ફોટો અપલોડ કરીને જાણ કરે
મોબાઇલ ની દુનિયા છે,
રમતોને સમાવી લીધે છે
મેદાન છે સુમસામ
મોબાઇલ ની દુનિયા છે,
હરેક વસ્તુ ને સમાવી છે
પણ માણસાઈની એપ્લીકેશન જ નથી
મોબાઇલ ની દુનિયા છે,
દુનિયા જોવા બનાવ્યો મોબાઇલ
પણ દુનિયા જ ભૂલાઇ ગઇ છે આ મોબાઈલમાં
મોબાઇલ ની દુનિયા છે.