મને વ્હાલું મારું મોસાળ
મને વ્હાલું મારું મોસાળ
1 min
436
સુંદર યાદોનો અખૂટ ખજાનો એટલે
મામાનું ઘર,
હૈયે છૂપાયેલ હેતાળ હસ્તાક્ષર એટલે
મામાનું ઘર..!!
થતો જયારે મામાના ઘરનો ટહુકો,
વધતો ત્યારે આ દિલનો ઉમળકો..!!
આશીર્વાદની વણઝાર છે નાના-નાનીના સ્નેહમાં,
લાગણીની ભીનાશ છે મામા-મામીના પ્રેમમાં..!!
મીઠાં સંભારણા મનના બારણે મોસાળના સંઘર્યા,
દરેક દુઃખડા અમારા મોસાળની મમતાએ હર્યા..!!
મોસાળ એટલે મમ્મીના અસ્તિત્વનો આકાર,
મોસાળ એટલે મારા આનંદનો મીઠો રણકાર..!!
મારા દરેક ઘાવની દવા એટલે
મારું મોસાળ,
સ્વર્ગથી એ વ્હાલું લાગે છે મને
મારું મોસાળ..!!
