મન
મન
1 min
6.1K
પંખીની જેમ મારુ આ મન સદાય ઉડતું,
ડૂબે નહીં કદીયે સાગર માયે તરતું.
મારા મહીં જ રે તુ એ તો ભલેને લાગે,
મુજને મૂકી જતું ને ક્યાં કયાં ફરતું.
પારા સમાન એ તો સદાય ચંચળ લાગે,
કાબૂ મહીં રહે ના એ તો હવામાં ઉડતું.
સાગર રૂપે જ એ તો ઈચ્છા ઘણી તરાવે,
ઈચ્છાઓ મરી જતી પણ આ મન કદી ન મરતું.
મંઝિલતણી ન પરવા ભાવના એણે કદી કરી છે,
એ તો સદાય આગળ પગલાં ધીમે ધીમે ધરતું.
