મન સાથે વાત
મન સાથે વાત
1 min
706
મનની સાથે વાત કરી મેં,
પસાર આખી રાત કરી મેં,
એક નજરાણાથી કોતરકામ કરી,
દિલમાં મારી ભાત ચિતરી મેં.
સમય મારો બલવાન નીકળ્યો,
નહી તો પોતાના પર જ ઘાત કરી મેં,
સપનાં માં મળ્યું મોત મને,
મ્રુત્યુની સાથે રાત પસાર કરી મેં.
અડચણ કરી લોકોએ ઉભી,
એ અડચણ સામે લડત આપી મેં,
શાંત મનથી વિચાર કરી,
એકલતામાં રહેવાની શરૂઆત કરી મેં.
વગાડ્યા ડંકા મેં મારા કામથી,
પવિત્ર મનની જાત કરી મેં,
લોકોની નજરને બેનજર કરી મેં,
પોતાની સફળતાને હાથ ધરી મેં.
