મળતુ નથી
મળતુ નથી


'તું મને ગમે છે' કહેનાર તો મળે છે, પણ
મારા શોખને અપનાવનાર મળતુ નથી.
'તું મારી ઈચ્છા છે' કહેનાર તો મળે છે, પણ
મારી ઈચ્છા ને જાણનાર મળતું નથી.
'તું મારું સ્વપ્ન છે' કહેનાર તો મળે છે, પણ
મારા સ્વપ્ન સાકાર કરનાર મળતુ નથી.
'તું મારી યાદ છે' કહેનાર તો મળે છે, પણ
મારી યાદોની ઝાંખી કરનાર મળતું નથી.
'તું મારી જીંદગી છે' કહેનાર તો મળે છે, પણ
મારી જીંદગી ને સમજનાર મળતું નથી.
'તું મારી મંજીલ છે' કહેનાર તો મળે છે, પણ
મારી મંજીલ સુધી આવનાર મળતું નથી.
'તું મારી ચાહત છે' કહેનાર તો મળે છે, પણ
મારી ચાહત ને ચાહનાર મળતું નથી.
'તું મારી નજર છે' કહેનાર તો મળે છે, પણ
મારી નજરમાં વસનારા મળતું નથી.
'તું મારી છે, મારી !' કહેનાર તો મળે છે,પ ણ
મને મારી પાસેથી છીનવી લેનાર મળતું નથી.