STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Others Romance

3  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Others Romance

મળીશ ત્યારે

મળીશ ત્યારે

1 min
12.8K


નયનથી નયન મળ્યા જયારે,

દીપજ્યોત દીપી ઉઠી ત્યારે.


નીચી નજરૂ એ જોયું જયારે,

નજરુંના બાણથી મન મોહ્યું ત્યારે.


સ્મિતભર્યું મુખ જોયું જયારે,

ચુંબન ચોડી દીધું છાનું ત્યારે.


સ્પર્શની ભાષા તો જાણી જ્યારે,

બાહોમાં સમાઈ હુંફ માણી ત્યારે.


વગાડે વસંત મ્હોરી ઉઠી જયારે,

કુહૂ કુહૂ કોકિલ ટહુકી ત્યારે.


સાનમાં સમજી જઈશ જો જયારે,

‘મિલન’ના ઇશારાથી માલીશ ત્યારે.



Rate this content
Log in