STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others Children

4  

Ramesh Patel (Aakashdeep)

Others Children

મજાની દાડમડી....

મજાની દાડમડી....

1 min
191

રોપ્યો અમે આંગણમાં જરોપો,

ઝૂમે ઢળે રોજ થઈ બીચારો,

પોષ્યો ધરાએ, છલકે રસીલો,

દોડી રમાડું તન કૂમળો.


એ આકાશ મધ્યે રમતો રવિ,

ને ભાવો ભરી મોસમ ગાય ગીતો,

સીંચું ધરાએ જળ મીઠડાં ને,

છેડે જ વાતો મનડે ચહિતો.


બેઠાં જ શાખે ફૂલ લાલ રાતાં,

આવી રમે રે વનમિત્રો રૂડાં,

દે એ પ્રસાદી રસની જ સૌને,

રે ધન્ય! તું ઈશ કૃતાર્થ ભાવે બેઠા.


અમે સૌ પરિવાર હેતે,

ખીંચે જ તસવીર બાળ નાનાં,

ને પુષ્પ રાતાં હસતાં રૂપાળાં,

મળ્યો ધની વૈભવ ખજાનો.


દાદા ગમી દાડમડી મજાની,

એથીય વ્હાલી તમ આ ખુશાલી,

બોલી અમારી ‘ખુશીજાનું’ નાની,

છે ને મજાની મધુરી કહાણી.


Rate this content
Log in