STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

મહાદેવ

મહાદેવ

1 min
208

મહાદેવને પૂછો ઝેર કેમ પચાવવું,

તો સંસારમાં કોઈ દુઃખ નહીં રહે,


મહાદેવને પૂછો ભભૂત કેમ લગાવું

તો જીવનમાં ડર નહીં લાગે,


શિવને પૂછો રુદ્રાક્ષ કેમ ધારણ કરવો

 તો સાચાં જુઠ્ઠાંનાં પારખાં થઈ જશે,


મહાદેવને પૂછો ધતૂરાનો મહિમા,

સુંદરતામાં જ સુખ નથી એ સમજાશે,


મહાદેવને પૂછો બીલીપત્રનો મહિમા

પાત્રની પવિત્રતા સમજાશે,


મહાદેવને પૂછો ભાંગનો મહિમા,

સપનાં જેવો છે સંસાર સમજાશે,


મહાદેવને પૂછો ભોળાં કેમ છો ?

ભાવના સૌની સમજાઈ જશે.


Rate this content
Log in