મેળો
મેળો
1 min
437
આ માનવ જીવન એક પંખીનો મેળો છે,
ૠુણાનુંબંધને મળ્યા સૌ આ તો પંખીનો મેળો છે,
ક્યારેક કશુંક જાય છે ડંખી ત્યારે જુદા થાય છે,
ત્યારે મન રહે છે ઝંખીને સાથે રહેવા તરસે છે,
દુનિયાના આ વડલામાં ટોળે વળે છે મન પંખી,
જુદા જુદા વિચારથી ચાલે આ માનવ પંખી,
ભાવનાના ભાવ સમજી ચાલો તો બને આનંદ મેળો,
તારી મારી અને હું પદ, જિદ્દથી ટુટે આ માનવ મેળો,
સુખ દુઃખના સરવાળા કરાવતો આ માનવ મેળો,
ક્યારેય ખુશી તો ક્યારેક આંસુ સરવાતો આ મેળો.
