Deep Thakar

Others

3  

Deep Thakar

Others

માયા

માયા

1 min
299


લાગણીઓના નીર ક્યાં કદી સુકાયા છે,

છેવટે તો આ બધી માયાજ છે.


હેતના ઓજસ ઉરમાં ક્યાં સમાયા છે,

છેવટે તો આ બધી માયાજ છે.


સુગંધથી ફૂલ કદી શરમાયા છે ?

છેવટે તો આ બધી માયાજ છે.


ઉગતા સૂરજે નાના થતા,

ઢળતા પડછંદ પડછાયા છે,

છેવટે તો આ બધી માયાજ છે.


વીતેલા ક્ષણોને યાદ કરી,

આંખે આંસુ ભરાયા છે,

છેવટે તો આ બધી માયાજ છે.


આમ સ્વજનો નો સમૂહ જોઈ લો,

આમ તો બધાજ પરાયા છે,

છેવટે તો આ બધી માયાજ છે.


Rate this content
Log in