માવડીનું ઝાંઝર
માવડીનું ઝાંઝર
અલકમલકનું ચેહર મા નું ઝાંઝર,
ઝાંઝર રૂપા બા એ હરખે ઘડાવ્યું;
ચેહર માવડી ને પહેરાવ્યું રે.
અલકમલકનું ચેહર મા નું ઝાંઝર,
નાયણ દાદાએ શ્રધ્ધાથી ઘડાવ્યું;
ચેહર મા નાં પગમાં પહેરાવ્યુંં રે,
ઝમક ઝમઝમ માવડી નું ઝાંઝરણું.
ભટ્ટ પરિવારમાં ચેહર મા રંગે રમે,
પેઢી દર પેઢીએ નવું ઝાંઝર બન્યું;
ભકિતથી ચેહર મા ને પહેરાવ્યું રે.
અલકમલકનું ચેહર મા નું ઝાંઝર..
માઈ ભક્ત રમેશભાઈ એ ઘડાવ્યું,
અંતરના ઓરતાથી મા ને પહેરાવ્યુંં;
ગોરના કૂવે વાગે રૂડું માવડી નું ઝાંઝર.
અલકમલકનું ચેહર મા નું ઝાંઝર.
એમાં ઘૂઘરી છમ્ છમ્ થાય રે,
એમાં ચમકે રૂડી મીનાકારી રે;
આતો પેઢીઓનું રૂડું ઝાંઝર રે.
અલકમલકનું ચેહર મા નું ઝાંઝર.
ભાવનાનાં હૈયાંનાં હેતે બનાવ્યુંં,
ઝાંઝર પહેરી ચેહર મા રંગે રમે રે;
આ જોઈ હરખે ભાવિક ભક્તો રે.
એ ઝાંઝરનાં ઠમકારે ધરા ધ્રૂજે રે.
