માવડી
માવડી
1 min
192
આખાં વિશ્વમાં ડંકો વગાડ્યો માવડી,
કળિયુગમાં હાજરાહજૂર પરચા પૂર્યા માવડી,
આ મહામારીમાં શાને તું અટવાઈ માવડી,
તારો જ આશરો છે વ્હારે ચઢોને માવડી,
દૈત્યોનો નાશ કરનારી શીદ પાછી પડે માવડી,
આજે ભીડ પડી કોરોના હણજે ચેહર માવડી,
તીનો લોકમાં નામ ગૂંજે છે ચેહર માવડી,
ભકતો ભાવના સભર હૈયેથી પોકાર પાડે માવડી,
તારાં આ બાળુડાને શક્તિ દેજે માવડી,
આવીને હવે તો કષ્ટ કાપો ચેહર માવડી.
