મારું ધામ
મારું ધામ
1 min
286
મારું માનીતું ધામ ગોરનો કુવો રે,
હૈયું હરખે એવું ચેહર નું નામ રે.
અહીં ચેહર માની કેવળ વાત રે,
વ્યસનોથી દૂર રહો એવી વાત રે.
લાજ રાખીને લહેર કરાવે મા રે,
પ્રેમથી સંભાળ લેતી ચેહર મા રે.
વિશ્વમાં ભલો વગાડ્યો ડંકો રે,
નાયણા રૂપાની રાહ સૈ ચાલતા રે.
ભકતો ની મનોકામના પૂર્ણ કરે રે,
પૂરતી જે ચીરને એ ચેહર માતા રે.
ભાવના ગાય ગાથા, ગાય ગૌરવ રે,
માઈ ભક્ત રમેશભાઈ ની માનીતી રે.
ચેહર મા શોધવાથી ક્યાં મળે છે રે,
હર હ્રદયે બેઠી જગતની માવડી રે.
