મારી મરજી
મારી મરજી
1 min
121
મારાં મનમાં આવે એ લખું મારી મરજી,
તમને પસંદ ના આવે એ તમારી મરજી.
છંદ વગર આડું અવળું લખું મારી મરજી,
તમને વાંચીને ગુસ્સો આવે તમારી મરજી.
સારું લખું, ખોટું લખું મારી મરજી,
સલાહ આપો ભૂલ બતાવીને, તમારી મરજી.
ભાવના હૈયામાં આવે તે જ લખે મારી મરજી,
વાંચતા પ્રાસ બેસાડો એ તમારી મરજી.
મારી ધૂનમાં મસ્ત બની લખું મારી મરજી,
વાંચીને કંટાળી જાવ તો તમારી મરજી.
