STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મારી ચેહર માવડી

મારી ચેહર માવડી

1 min
201

ઓ ચેહર માવડી, ચુંવાળ ચોકવાળી માવડી,

જયકારે ભક્તિરસમાં ડૂબેલા સેવકો માવડી.


નયનભરી તુંજ રૂપ અનુપમ જોતાં સૌ રાજી થાય,

નિતનવા રૂપે નિરખે ભક્તજનો માવડી.


જતન કરવા ભક્તોનાં વાયુવેગે આવતી માવડી,

અંતર જયોત ઝળહળે ચેહર મા દર્શન થકી.


ગરવા ગહન સ્વરૂપે તારી, અકળ લીલાં ન કળાય,

ભાવના હાથ જોડીને વિનંતી કરે,

રાખજે માથે હાથ.


દંભી, પાપી, ભ્રષ્ટાચારીને સૌને તું પડકારતી માવડી,

માઈ ભક્ત રમેશભાઈની બેલી ચેહર માવડી.


ચેહર મા તારાં પાવન ચરણોમાં પ્રેમે શિશ ધરીએ,

તું જ એક તારણહાર, તું જ લગાવે નાવ કિનારે.


Rate this content
Log in