મારી ચેહર મા
મારી ચેહર મા
1 min
201
મારાં દિલડા કેરી હાર, મારી આશાનો એક તાર,
પાવર વાળી ચેહર મા એક જ છે આધાર.
સૂનો રે સેવકો મારી કહાણી પૂરાણી,
પૂર્વ જન્મનાં પૂણ્યે ચેહર મા મળી.
મારો એક જ એ આધાર, કરશે જીવન નૈયા પાર,
મારો ભવભવનો સહારો, એમાં ચાલે કોનો ખાર.
દુનિયા દિવાની ભલે ગમે તેમ બોલે,
ડરી દુનિયાથી મારું દિલ નહીં ડોલે.
ભાવના ચેહર મા કેરાં રંગમાં રંગાઈ,
ઓઢી છે ઓઢણી ભક્તિનાં રંગે રંગાઈ
એ છે સૂરજ હું ઝલહાર, હું તરણી એ તારણહાર,
મારે છો મ્હેણાંનો માર, છો ને કરતાં સૌ ફિટકાર.
