મારાં મા
મારાં મા
1 min
191
અરજ સદાયે કરું મારાં ચેહર મા,
તમ થકી ભવસાગર તરું ચેહર મા,
ઉજાગર કરજો જીવનની રાહ મા,
પ્રગટી સ્વયં ને રોજે ધરું ચેહર મા,
કરુણાં ને દયા મારા કરજો ચેહર મા,
નિર્મળ ઝરણું બની ઊભરું ચેહર મા,
ગોરના કૂવે હાજરાહજુર ચેહર મા,
કરે જો તું કૃપા તો સૌ ઠરે ચેહર મા,
કરી શકું કોઈનું ભલું જગમાં ચેહર મા,
દિલથી ભાવના પોકારે ઓ ચેહર મા.
