મારા પિતા
મારા પિતા
1 min
184
સીધી સાદી સમજણ વચ્ચે જીવ્યા વિનુ પપ્પા,
પરિવારનું વળગણ લઈને જીવ્યા મારાં પપ્પા,
અમારી જરૂરીયાત પૂરી કરવા દોડ્યાં મારાં પિતા,
એક આદર્શ બનીને રહી ગયાં દિલમાં મારાં પિતા,
મેલા-ઘેલા કપડાં પહેરીને અમને ઉજળાં રાખ્યાં,
આપનાં પગની રજ પણ મુજ કમનસીબે ના મળ્યાં,
ઉબડ-ખાબડ રસ્તા વચ્ચે જીવતાં શિખવી ગયાં,
ડગલે પગલે અડચણ વચ્ચે જીવતાં શિખવી ગયાં,
ભાવના છે ઉદાસ પપ્પા બોલાવી લો તમ પાસે હવે,
શબ્દોનાં અર્થો અનર્થો નથી સહેવાતા પપ્પા હવે.
