માનવી કામનો છું
માનવી કામનો છું
1 min
13.8K
દરદ ખોતરું છું પછી ફોન કરજો,
ઉકળતો ચરું છું પછી ફોન કરજો.
નકામો નથી માનવી કામનો છું,
હજી ફોતરું છું, પછી ફોન કરજો.
નથી ટેમ વાતો કરું પ્રેમની હું,
કરજ હું ભરું છું, પછી ફોન કરજો.
નથી પોત પાકું થયો હું હજીયે,
હજી તો ધરું છું પછી ફોન કરજો.
