મા તમારી હુંફ
મા તમારી હુંફ
1 min
550
માના વત્સલ્યથી મળતી સ્નેહાળ હુંફ મને,
દરેક પરિસ્થિતિમાં સાંત્વના દે તમારો સાથ મને,
મુશ્કેલીઓના અસહ્ય તાપ સમક્ષ સુરક્ષિત છું,
મા તમારી દુવાની છાયામાં હું સુરક્ષિત હરપળ છું,
તમે આપેલી શીખ કરતી મદદ પરોક્ષ રીતે મને,
હું જીવન મઝધારમાં ભટકું આશિષ ફળતા મને,
મને પ્રોત્સાહન મળતું રહેતું તમારી અમી નજરથી,
દુઃખના વાદળો વિખેરાઈ જતા તમારી મમતાની નજરથી,
ભાવના અધુરી રહે તમારી મીઠી વાતો વગર,
ખુશી અધુરી છે તમારા મધુરી મુસ્કાન વગર.
