મા સાથે છે
મા સાથે છે
1 min
221
એક ચેહર મા સાથે છે,
એ જ સનાતન સત્ય છે,
આ સ્વાર્થી જગતમાં,
બાકી બધું અસત્ય છે,
સંબંધો બાંધી ઠેસ મારે છે,
ત્યારે જ ચેહર મા સંભાળે છે,
આજ દુખ્યું દિલ ઘણું છે
ભાવના દુભાવી હસે છે,
એક સાચો સંબંધ માવડી છે,
દુન્યવી જંજાળ રડાવે છે,
એક ચેહર મા આધાર છે,
વાતે વાતે હાજરી પૂરાવે છે,
ચેહર મા બાળકોને સંભાળે છે,
કૃપા કરીને લહેર કરાવે છે.
