મા નામ તારું
મા નામ તારું
1 min
127
જગતમાં પાવનકારી નામ માવડી તારૂં,
અંતરથી રટણ કરું મા નિત્ય નામ તારૂં,
આ સંસાર તો સુખ દુઃખનો સાગર છે,
કરુણામય ચેહર મા એક આધાર છે,
મોહ ડૂબાડે મા હાથ ઝાલીને ઉગારો,
ભાવના અરજ સૂણી આવી તું ઉગારે,
આ દુનિયામાં એક તું જ સાર માવડી,
રટણ કરે એને સંકટમાંથી ઉગારે માવડી,
મા સાચી સલામતી તારાં ચરણોમાં છે,
અંતરની સાચી શાંતિ તારા શરણમાં છે,
તારી કૃપા દ્રષ્ટિથી મા સુખનો સૂરજ છે,
કૃપા રહે તારી ચેહર મા મારી અરજ છે.
