મા ભોમ કાજે
મા ભોમ કાજે
1 min
237
ઓ વીર જવાનો જાગો તમે છો સપૂતો,
મા ભોમની રક્ષા કાજે તમે સક્ષમ સપૂતો,
ચીનને પાકિસ્તાન સામે જાગો જવાન,
ભારતની સુરક્ષા કાજે જાગો જવાન,
ખાંડ ખાતાં એ દુશ્મનો માટે હવે જાગો,
આઝાદીનું રક્ષણ કરવા માટે હવે જાગો,
જય જય હિન્દુસ્તાન બોલીને જાગો,
દબાવી દો બધાં જ દુશ્મનો હવે જાગો,
ભાવના સભર હૈયેથી લાખો દુઆ છે,
વાળ વાંકો થાય નહીં તનોટમા સાથે છે.
ઊગતા આ દુશ્મનો સામે જાગો જવાન
સમાવી દો સર્વે તોફાન જાગો જવાન.
