લોકડાઉન
લોકડાઉન


ચાલ જરા લાગણીનું લોકડાઉન કરી લઉં,
મનના ઓરડામાં જ રઝળપાટ કરી લઉં,
ઊંડે દટાયેલી ઈચ્છાઓનો રાઉંડ કરી લઉં..
સમજદારીનો હળવો સાઉંડ કરી લઉં...
જવાબદારીનો કરફ્યુ લદાઈ ચૂક્યો છે,
શમણાઓ આંખોમાં જ લોક કરી લઉં...
સ્વાર્થનો વાયરસ ઘેલો થયો છે
પ્રેમને ક્વોરન્ટાઈન કરી લઉં...