લક્ષ્મી
લક્ષ્મી
1 min
411
લક્ષ્મીનું રુપ ધરીને
આવેલ દિકરી
પુત્રવધૂ સરગમના
સૂર રેલાવી ઘરને પાવન કર્યું.
એના નિર્મળ
હાસ્યરૂપી લક્ષ્મીથી
ઘરમાં રોજ ધનતેરસ છે.
એના પાવન પગલાથી,
ભાવનાઓની લક્ષ્મી
રેલમછેલ છે.
ઘરને રાજમહેલ બનાવી,
ધરતી પર
સ્વર્ગ ઉતારી દીધું.
એનાથી શોભે
આ ઘર પરિવાર જોને.
