લખતી મા તું વસિયત
લખતી મા તું વસિયત
1 min
39
લખતી મા તું વસિયત….
એક વિધાતા બીજી માતા
ધન્ય જ ભાગ્ય સવૈયા
ઉતારે ના ઉતરે એવાં
ઋણ જ તારાં મૈયા
મઘમઘ થાતું હૈયું તારું
ઝીલે શૈશવ ન્યારું
હાલરડાં એ મીઠાં મોંઘાં
હૂંફ ભરે ભવ સારું
માત તમારો ધર્મ જ એક
સમર્પણ ને સેવા
તું ઘડવૈયા વિભૂતિની
પાલવડે તવ મેવા
કાગળ જેવા કોરા અમે
લખતી મા તું વસિયત
કેમ ન માના ચરણ પખાળું
વૈભવ ધરતી રળિયત
મધુરમ અમૃત પાન જ મા તું
પ્રગટ થયું ઘર તીરથ
ઈશ્વરની તું આપકળા મા
ધન્ય જ સંસાર ગરથ(૨)
રમેશ પટેલ(આકાશદીપ)
