લાવણ્ય
લાવણ્ય
1 min
314
લાવણ્ય નિતરે તારાં રૂપ મહીં,
નમણાશ નિતરે તારાં અંગો મહીં,
અદભુત લાવણ્ય તારાં રૂપનું છે,
કુદરતે સુંદર પ્રતિમા કંડારી છે,
લાવણ્ય જોઈ સૌ પાગલ થયા છે,
અલૌકિક રૂપનાં દિવાના થયાં છે,
લાવણ્ય સાદગીભર્યું સોહે છે,
ચેહરો શિતળતાભર્યા સોહે છે,
ભાવના આવાં અદકેરા રૂપ છે,
સરગમ લાવણ્યની મૂર્તિ દીસે છે,
લાવણ્ય ને સંસ્કારનો સમન્વય છે,
ઈશે નરવા હાથે ઘાટ ઉતાર્યા છે,
મેઘલી રાત લાવણ્યમય શોભે છે,
ખ્વાઈશ મનની સુંદરતા વધારે છે.
