લાકડી
લાકડી
1 min
609
કયાંથી આવ્યુ ઘડપણ, કેવુ આ ઘડપણ,
લાકડી વિના ના ચલાય આ ઘડપણ.
કાને સંભળાય ના, આંખે દેખાય ના,
લાકડી વિના ડગલુ ભરાય ના આ ઘડપણ.
પાથરે પલંગ ના, બેસે કોઈ સાથે ના,
ખાટલી ખૂણામાં ઢળાય આ ઘડપણ.
દીકરાના દીકરા લાકડી ખેંચી કરે ફજેતો,
તોયે ના કોઈ ને કહેવાય આ ઘડપણ.
ભાવના આ કારમી વેદના કોને સમજાવી,
સુખદુઃખની સાથી એક લાકડી આ કેવુ ઘડપણ.
વહુઓ લે છાજિયાં, ગાતી રૂડા રાજિયા,
લાકડી જીવનનો આધાર આ ઘડપણ.
