લાગણીની ઓળખ
લાગણીની ઓળખ
1 min
450
આપણાં સંબંધ મોટાભાગે,
ખોટું બોલવાથી નહીં પણ,
સાચું બોલવાથી તૂટી જાય છે.
લાગે છે જે બહુ પાસે છે,
જ્યારે જરુર હોય ત્યારેજ,
એ દુર થઈ જાય છે.
મને ક્યારેય કાંઈ ગુમાવ્યાનો,
અફસોસ નથી થતો,પણ હા,
છેતરાયાનું દુઃખ જરૂર થાય છે.
હું મારી આ વેદના છુપાવવાનો,
નિષ્ફળ પ્રયાસ કરું છું અને,
મારી એ દિલની ભાવનાઓ વ્યક્ત થઈ જાય છે.
બધાંને મન હું કંઈ સમજતી નથી,
હું એમને લાયકજ નથી એથીજ હું,
લાગણી ઓળખવામાં કાચી પડું છું.