લાગણી
લાગણી


ખબર નથી પડતી કે, કલમથી શબ્દો ખરે છે કે
અંતરથી લાગણી ઝરે છે !
એક ડૂબે છે ને સો ઊભરે છે,
થોડી ઘણી એ નયનમાં તરે છે...
ક્યારેક આંખોમાંથી ઝળહળ વહે છે,
ક્યારેક હર્ષમાં સ્મિતને મળે છે.
ક્યારેક કારણ વિનાનું એકલું રડે છે,
ક્યારેક અંતરમનમાં મંદ મંદ મ્હાલે છે.
અમસ્તી લાગણીઓ પર સળવળે છે,
ને ક્યારેક લાગણીઓ લાગણીને ઝૂરે છે.
ક્યારેક શબ્દોના તીર એને ઘેરી વળે છે,
તો ક્યારેક કોઈક શબ્દોથી એને પણ કળ વળે છે.
ક્યારેક દિલનો મોટો વહેમ થઈ પડે છે,
તો ક્યારેક હકીકતનો કહેર થઈ વરસે છે..
લાગણીઓ...
માત્ર દિવાસ્વપ્નાઓનો મહેલ છે,
તો ક્યાંક મૃગજળ સમી નહેર છે...
લાગણીઓ....
તરસે તો ચાતક છે ને
વરસે તો ટાઢક છે.